21 વર્ષના છોકરાની ધમાકેદાર જીત, ધૂંરધર નેતાઓને પછાડી બની ગયો ગામનો સરપંચ

સીસોદરા: ગુજરાતમાં હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક યુવાનો સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અનેક યુવક-યુવતીઓના હાથમાં ગામનું સુકાન આવ્યું છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો છોકરાએ ધમાકો મચાવ્યો છે. 21 વર્ષનો આ છોકરોએ ભલભલા રાજકારણીઓને પછાડી જીત મેળવી હતી. યુવા સરપંચ જીગર ખરાડીએ જણાવ્યું કે હું જ્યારે 18 વર્ષ નો હતો ત્યારે મને સરપંચ બનવાનું સ્વપ્ન હતું.

ગુજરાતમાં અંદાજે 8500 કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તેમજ અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે ગત રવિવારે મતદાન થયું હતું. મંગળવારે થયેલી આ મતગણતરી પછી અનેક નવ યુવાનો સરપંચ બન્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો નવ યુવાન સરપંચ બની ગયો છે.

મેઘરજ તાલુકાના છીટાદરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી નાની વયનો 21 વર્ષીય યુવાન જીગરભાઈ નારણભાઇ ખરાડીએ 673 મત મેળવી છીટાદરા ગ્રામ પંચાયતમાં સરપંચનું પદ હાંસલ કરી યુવા વર્ગમાં જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીગરભાઇની સામે પાંચ ઉમેદવાર મેદાનમાં હતા. છીટાદરા,જાલમપુર,સહિત અનેક ગામમાં લોકોએ આ નવ યુવાન ચહેરાને મત આપી સરપંચ પદે વિજયી બનાવ્યો હતો .

પરંતુ આ ચૂંટણી 21 વર્ષ ની ઉંમરે લડી શકાય છે ત્યારે મેં બે વર્ષ રાહ જોઈ અને ફરીથી મારી પંચાયતમાં સમાવેશ ગામોના વિકાસના કામો અને અવનવી યોજનાઓ લાવી એક આદર્શ ગામ બનાવાની એક નવી છાપ મેળવવા આ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને મતદારો એ મારા પર વિશ્વાસ મૂકી મને વિજય બનાવી એક નવી તક આપી છે અને આ યુવા વર્ગમાં બધા યુવાનો એ મને આ ચૂંટણીમાં સાથ અને સહકાર આપી મને વિજય બનાવ્યો છે.

મેઘરજ તાલુકાના છીટાદરા ગ્રામ પંચાયતમાં જીગર ખરાડી નામનો યુવાન સૌથી નાની વયનો સરપંચ બન્યો છે. નર્સિંગનો અભ્યાસ કરતો જીગર ખરાડીએ ગામમાં રેલી કાઢી જીતની ખુશી મનાવી હતી.બીજી તરફ ગામના લોકોએ યુવાન સરપંચ જીગર ખરાડીની જીતને વધાવી લીધી હતી. આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ સમગ્ર ગામ લોકોનો આભાર માન્યો હતો.

error: Content is protected !!