14 વર્ષની બાળકી પર 9 મહિના સુધી 30 લોકોએ રેપ કર્યો, બોયફ્રેન્ડે રચ્યો હતો ગંદો ખેલ

હાલના સમયમાં ગુનાઓની ખબરો ઘણી સામે આવી રહી છે. જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. આવી જ એક હેરાન કરી દેતી ઘટના સામે આવી છે. આ ઘટના મહારાષ્ટ્રમાં બની છે. જ્યાં 14 વર્ષની દીકરી પર 30 લોકોએ 9 મહિના સુધી રેપ કર્યો હતો. આ ખબર સામે આવતા જ હડકંપ મચી ગયો છે.

જો કે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને 30માંથી 28 આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દયે કે દીકરીએ બદનામીના ડરના કારણે બધુ સહન કરતી હતી. પણ હાલ તો પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના થાણેના ડોંબિવલીના ભોપર વિસ્તારમાં બની હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસના મુખ્ય આરોપીની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી છે. થાણે જિલ્લામાં આઠ મહિનામાં બાળકી પર અનેક વખત સામુહિક બળાત્કાર થયો હતો. આ કથિત ઘટનાઓ આ વર્ષે 29 જાન્યુઆરીથી 22 સપ્ટેમ્બરની વચ્ચે ડોમ્બિવલી, બદલાપુર, મુરબાદ અને રબાલે સહિત વિવિધ સ્થળોએ બની હતી.

પ્રાપ્ત વિગત અનુસાર 9 મહિના સુધી 30 લોકોએ પીડિતાને જુદી-જુદી જગ્યાએ લઈ ગયા અને આ કૃત્યને અંજામ આપ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે અત્યાર સુધીમાં 28 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચારની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી મુજબ બે આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે. પીડિતાના કહેવા મુજબ આ ઘટના 8 મહિના પહેલા જાન્યુઆરી 2021 માં શરૂ થઈ હતી.

મળતી માહિતી મુજબ છોકરીના સગીર બોયફ્રેન્ડે પહેલા તેની સાથે રેપ કર્યો હતો. જેનો વીડિયો તેને ઉતાર્યો હતો. જે બાદ આ વીડિયોના આધારે તેનાા મિત્રો સહિત અન્ય 30 જેટલા લોકોએ તેને બ્લેકમેલ કરીને તેનો ગેંગરેપ કર્યો હતો પણ બદનામીના ડરથી પીડિતાએ બધું સહન કરતી હતી. પણ અંતે ન રહેવાતા તેને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી પીડિતાના પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીરાના બોયફ્રેન્ડે તેની સાથે થાણેના ડોંબિવલીના ભોપર વિસ્તારમાં પહેલીવાર તેની સાથે રેપ કર્યો હતો. જે બાદ તેને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવી હતી. આવું પીડિતા સાથે 9 મહિના સુધી ચાલ્યું હતું. સમગ્ર મામલે મહારાષ્ટ્રના રાજ્યપાલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યની વિધાનસભાના વિશેષ સત્રમાં મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા કરવા જણાવ્યું હતું

error: Content is protected !!