હ્રદયદ્રાવક ઘટના: ભયંકર અકસ્માતમાં એક સાથે 13-13 બહેનપણીઓનાં મોત, રડાવી દેતો બનાવ

કર્ણાટકમાં હચમચાવી મૂકતો હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ધારવાડ પાસે એક રોડ અકસ્માતમાં 13 મહિલાઓના મોત નિપજ્યા હતા. રોંગ સાઈડથી આવતી ટ્રકે મીની બસને હડફેટે લીધી હતી. જેમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 13 મહિલાઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તમામ મહિલાઓ એક જ સ્કૂલની ભૂતપૂર્વ સ્ટુડન્ટ હતી અને ફરવા માટે ગોવા જઈ રહી હતી. અકસ્માતથી અનેક પરિવારો છીન્નભીન્ન થઈ ગયા હતા.

દુર્ઘટનાનો શિકાર બનેલી તમામ17 મહિલાઓ દાવણગેરે ખાતે આવેલી સેન્ટ પોલ કૉન્વેટ સ્કૂલની 1989 બેંચની સ્ટુડન્ટ હતી. તમામ લોકો એક સાથે મીની બસમાં ગોવા ફરવા જઈ રહ્યા હતા ત્યારે પુણે-બેંગલુરુ હાઈવે પર ધારવાડ પાસે ટ્રક અડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં મીની બસ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. આ અકસ્માતમાં મીની બસનો ડ્રાઈવર અને અન્ય 3 મહિલાઓને ઘાયલ છે . જેમાં અમુકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

સ્કૂલની બહેનપણીઓ સાથે ગોવા ફરવા જવા અને જૂના દિવસોની યાદ કરવાની યોજના 13 મહિલાઓ માટે જીવનની આખરી સફર બની ગઈ હતી. જેમના રોડ અકસ્માતમાં મોત નિપજ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ તમામ ભૂતપૂર્વ સ્ટુડન્ટે ત્રણ દિવસ માટે ગોવા ફરવાની યોજના બનાવી હતી. જેમાં બે મહિલા સાથે તેમની દીકરીઓ પણ હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.

અકસ્માત બાદ અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હતા. પરિવારજનોના કરુણ આક્રંદથી અને ઘર ધ્રુજી ઉઠ્યા હતા.

error: Content is protected !!