ગુજરાતનો અરેરાટીભર્યો બનાવ, 10 મહિના પહેલાં પુત્રનો અને હવે પિતાનો વીજળીએ ભોગ લીધો

કકરવાઃ કૃષ્ણભગીનીએ કકરવાના માલધારીનું બન્ની વિસ્તારમાં ઘેટા-બકરાના ચરિયાણ વેળાએ જીવ લીધો હતો, તો દસ માસ પૂર્વે તેના યુવાન પુત્રનું પણ વિજળીના કારણે મોત થયું હતું. કકરવાનો માલધારી ઘેટા બકરા ચરાવવા માટે ખાવડા વિસ્તારમાં હતો ત્યારે વિજળી ત્રાટકી હતી જેના લીધે તેનુ મોત થયું હતું.

ભાદરવામાં મોડેથી મહેર વરસાવી પણ કચ્છમાં અનેક પરીવારો પર વિજપ્રતાપનો કહેર પણ બની રહ્યો છે. ભચાઉ તાલુકાના કકરવા ગામના માલધારી ઘેટા બકરા ચરાવવા માટે બન્ની વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી ગયેલા સાજણ ડાહ્યા રબારી (ઉ.વ.55)નું વિજળી પડવાને કારણે મોત થયું હતું.

બન્ની વિસ્તાર પશુઓના ચરીયાણ માટે સારો હોવાથી કકરવા મુકી માલધારી સાજણ રબારી પોતાના ઢોર-ઢાંખર લઇ બન્ની વિસ્તારમાં ગયા હતા અને વિજળી વેરણ બની હતી. નોંધનીય છે કે, દસ માસ પૂર્વે સાજણ રબારોની 17 વર્ષનો પુત્ર મશરૂ રબારી પણ માવઠામાં વિજળીના કારણે મોતને ભેટયો હતો. આમ પિતા-પુત્રનો વિજળીના કરંટના કારણે મોત થતા કકરવા અને સબંધીતોમાં અરેરાટી ફેલાઇ હતી. ભાદરવા દરમિયાન વિજળી પડવાના અનેક બનાવો નોંધાઇ ચુકયા છે જે કરૂણતા ઉપજાવે તેવા છે.

error: Content is protected !!